________________
જૈન ધર્મ માં મત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૪૯
નથી, અને તેથી જ જિનશાસનમાં ગમે તે તપશ્ચર્યા કરવામાં આવે તેની સાથે અમુક મત્રની ગણના કરવામાં આવે છે. આ આપણા રોજિંદા અનુભવની વાત છે, છતાં જેમને આ સબંધી વિશેષ માહિતી જોઈતી હાય, તેમણે ‘તારત્નમહેાદધિ * આદિ ગ્રંથૈાનું નિરીક્ષણ કરવું.
શ્રીમાન હરિભદ્રસૂરિજીએ ‘ચેાગવિશિકા' માં પ્રથમ ચેાગની વ્યાખ્યા કરી છે અને પછી તેની સાધના અંગે પાંચ પ્રકારની ભૂમિકાએ વર્ણવી છે. તે પરથી એમ સમજાય છે કે જૈન શ્રમણેા ચેાગની સાધના કરવા માટે પ્રથમ કોઇ પણ અનુકૂળ આસનના સ્વીકાર કરતા. પછી વીતરાગ મહાપુરુષોએ કહેલાં શાસ્રવચના સંભારી જતાં કે ઈષ્ટમત્રના જપ શરૂ કરતા. અહીં એટલું યાદ રાખવું ઘટે કે જે સૂત્ર વારે વારે સ્મરવા ચેાગ્ય હાય, મનન કરવા ચેાગ્ય હાય, તેને જ પ્રાચીન કાળમાં મંત્ર ગણવામાં આવતા અને એ રીતે જ નમસ્કારમંત્રના પાઠ તથા બીજા કેટલાંક સૂત્રેા મંત્રની ગણનામાં આવતાં. ‘મનનાસ્ ત્રાયતે રૂતિ મન્ત્રઃ એ વ્યાખ્યા પછીથી પ્રચલિત થઇ, પરંતુ એ વ્યાખ્યા અનુસાર પણ ઉપરના સૂત્રેાની ગણના મંત્રમાં જ થતી, કેમકે તેનાથી વિવિધ પ્રકારના ભયેામાંથી રક્ષણ થતું અને સર્વથી મેાટા ભય જન્મમરણનેા તેનાથી પણ બચી શકાતું.
મંત્રજપ પછી ચેાગસાધક શ્રમણેા તેના અનુ સમ ચિંતન કરતા કે જેમને સામાન્ય રીતે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. ત્યારખાદ તેઓ ઘ્યાનના પ્રારંભ કરતા, તેમાં પ્રથમ
૪