________________
४८
ઉવસગ્ગહરે તેત્ર. આયંબિલ, ૩ નિબ્બી, ૪ એકાસણા, ૮ બેસણું, અથવા ૨૦૦૦ સ્વાધ્યાય (સઝાય) કહેવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિકમણમાં તેનાથી બમણું તપ કહેવામાં આવે છે અને સાંવત્સરિક પ્રતિકમણમાં તેનાથી ત્રણગણું તપ કહેવામાં આવે છે. અર્થાત્ ત્યાં ૪૦૦૦ સ્વાધ્યાય અને ૬૦૦૦ સ્વાધ્યાય કહેવામાં આવે છે. તે એટલી વાર મોક્ષશાસ્ત્ર ભણવાના અર્થમાં નહિ, પણ મંત્રજપના અર્થમાં જ કહેવામાં આવે છે અને ત્યાં નમસ્કારમંત્રની એટલી જ ગણના કરવામાં આવે છે.
જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે बारस विहम्मि वि तवे, सभितर बाहिरे कुसलदिहे । नवि अत्यि नबि अ होही, सज्झाय समं तवोकम्मं ॥
“સર્વજ્ઞકથિત બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપને વિષે સ્વાધ્યાય જેવું બીજું તપકર્મ છે નહિ અને થશે પણ નહિ.”
આ વસ્તુ વાચન, પ્રછના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયને, તેમજ મંત્રજયરૂપ સ્વાધ્યાયને એમ બંનેને લાગુ પડે છે.
પતંજલિમુનિકૃત યેગશાસ્ત્રની ટીકામાં પણ સ્વાધ્યાયને અર્થ પુરુષસૂક્તાદિ ક્ષશાસ્ત્રનું અધ્યયન તથા પ્રણવમંત્ર આદિને જપ કરવામાં આવ્યા છે.
વળી “તપ ત્યાં જપ” એ ઉક્તિ એમ સૂચવે છે કે કેઈપણુ તપશ્ચર્યા મંત્રજપ વિના તેની પૂર્ણતાને પામતી