________________
જૈન ધર્મમાં મગોપાસનાને મહત્ત્વનું સ્થાન ૪૫ સમય સુધીમાં એ મંત્ર અને વિદ્યાઓની સંખ્યા સારા પ્રમાણમાં વધવા પામી અને અનુક્રમે તેને વિદ્યાપ્રવાદ નામના દશમા પૂર્વમાં સંગ્રહ થયે.
- અહીં એ નોંધ કરવી ઉચિત ગણશે કે એ સમયે સમસ્ત ભારતવર્ષમાં–ખાસ કરીને આર્યાવર્તના નામથી ઓળખાતા પ્રદેશમાં મંત્રવાદ બહુ જોર પર આવ્યા હતા અને સહુ કોઈની દૃષ્ટિ મંત્રવાદ ભણું મંડાઈ હતી. સામાન્ય લેકે તે એમ જ સમજતા થઈ ગયા હતા કે જેની પાસે મંત્રશક્તિ હોય તે મહાન, બીજા બધા સામાન્ય. એટલે મંત્રપાસકોની સંખ્યામાં મોટો વધારો થાય અને મંત્ર તથા વિદ્યાઓની સંખ્યા વધવા પામે, એ સ્વાભાવિક હતું.
આજે વિદ્યાપ્રવાદ પૂર્વ વિદ્યમાન નથી. અન્ય પૂર્વેની જેમ તે પણ લુપ્ત થયું છે, પણ તેમાંથી ઉદ્ભરેલી કેટલીક કૃતિઓ વિદ્યમાન છે. ઉવસગ્ગહરં સ્તોત્ર તેમાંનું એક હેવાને પ્રબળ પ્રવાદ છે.
ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં પણ મંત્ર અને વિદ્યાઓનું ઘણું જોર હતું તથા શક્તિશાળી લોકો ( ૭ દ્વાદશાંગીમાં બારમું સૂત્ર “દષ્ટિવાદ” નામનું હતું. તેના પાંચ વિભાગો હતાઃ (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુગ અને (૫) ચૂલિકા. તેમાં પૂર્વગત મૃત ચૌદ વિભાગમાં વહેંચાયેલું હતું અને તે ચૌદપૂર્વો તરીકે ઓળખાતું હતું. તેમાંનું દશમું પૂર્વ વિદ્યાનુવાદ નામનું હતું. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ભગવાન મહાવીરની પૂર્વે જે શ્રુત વિદ્યમાન હતું, તે પૂર્વ તેને. સંગ્રહ દૃષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રમાં થયેલો હતો.