SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં મપાસનાને મહત્ત્વનું સ્થાન ૪૩. પણ અનાદિ છે. જ્યારથી તેનું પ્રવર્તન થયું છે, ત્યારથી. આ જ જિન-નમસ્કાર અર્થાત્ નમસ્કારમંત્ર ભવ્ય જી ભણી રહ્યા છે.” આ શબ્દો ધ્યાનમાં લેતાં જૈન ધર્મમાં પ્રવર્તી રહેલી મંત્ર પાસનાને આપણે અનાદિ જ માનવી પડે ને? અમે નમસ્કારમંત્રસિદ્ધિ” ગ્રંથના ચેથા પ્રકરણમાં આ ગાથા પર વધારે વિવેચન કરેલું છે અને જૈન ધર્મ અનાદિ તે પંચપરમેષ્ઠી પણ અનાદિ અને પંચપરમેષ્ઠી અનાદિ તે તેમને કરતે નમસ્કાર પણ અનાદિ એ વસ્તુ યુક્તિપૂર્વક સમજાવી છે. તે આ વિષયમાં વધારે જાણવા ઈચ્છનારે અવશ્ય જોઈ લેવી. અહીં એ જણાવવું રસપ્રદ થઈ પડશે કે શ્રીમાન જ્યોતિ પ્રસાદ જૈન એમ.એ., એલ એલ; બી. એ “જૈનીઝમ ધ ઓલ્વેસ્ટ લીવીંગ રિલિજિયન” નામના અંગ્રેજી નિબંધમાં અનેક પ્રમાણે આપીને એ વસ્તુ પુરવાર કરી છે કે આ જગતના બધા ધર્મોમાં જૈન ધર્મ પ્રાચીન છે અને તે આજ સુધી જીવંત રહ્યો છે. અમે પોતે “નવતત્ત્વદીપિકાના પ્રારંભિક વક્તવ્યમાં જૈન ધર્મની પ્રાચીનતા અને મૌલિક્તા અંગે કેટલુંક વિવેચન કરેલું છે. આ બંને વસ્તુઓ સુજ્ઞ પાઠકેએ અવશ્ય અવલોકી લેવી. ૧ આ નિબંધ જૈન સંસ્કૃતિ સંશોધનમંડલ-વારાણસી તરફથી સને ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલ છે. ૨ આ ગ્રંથ અમારે હસ્તક ચાલતા જૈન સાહિત્ય-પ્રકાશન–મંદિર તરફથી પ્રસિદ્ધ થયેલું છે, પણ હાલ અપ્રાપ્ય છે. જ્ઞાનભંડારેn: કે પુસ્તકાલયમાં જોવા મળી શકશે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy