________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૪૧
અનુક્રમે નિર્વાણુ સમય પાસે આવતાં શ્રી પાર્શ્વપ્રભુ સમેતશિખર ગિરિ પર પધાર્યા અને વીરનિર્વાણ પૂર્વે ૭૨૦ની સાલમાં શ્રાવણ સુર્દિ આઠમના દ્વિવસે વિશાખા નક્ષત્રમાં તેત્રીશ મુનિએ સાથે મેક્ષપદને પ્રાપ્ત થયા.
તે દિવસથી લાકો સમેતશિખર ગિરિને પારસનાથના પહાડ તરીકે ઓળખે છે.
શ્રી પાર્શ્વનાથની સ્મૃતિમાં અનેક તીર્થં સ્થપાયાં છે અને અનેક મંદિરા બંધાવ્યાં છે, જે આજે પણ એક યા બીજા પ્રકારના ચમત્કાર બતાવે છે. વિશેષમાં જૈન શ્રમણાએ તેમની ભક્તિ નિમિત્તે અનેક સ્તુતિએ બનાવી છે, અનેક ભાવભર્યાં સ્તવનાની રચના કરી છે તથા અનેક મંત્ર-તંત્ર-ગર્ભિત ચમત્કારિક સ્તે નિર્માણ કર્યાં છે. ઉવસગ્ગહરં સ્તોત્ર
તેમાંનુ એક છે. તેની ઉત્પત્તિ શી રીતે થઈ? તેના પ્રભાવ કેવા છે? તેના પર કેટલુ સાહિત્ય રચાયેલુ છે ? તથા તેમાં કેવું રહસ્ય છૂપાયેલું છે, વગેરે ખાખતાનુ વિસ્તૃત વિવેચન હવે પછીનાં પ્રકરણેામાં જોઈ શકાશે.