________________
ઉવસગ્ગહર સ્તોત્ર
અંધવિદ્વાન પર તેની અસર પહોંચી. તેઓ શ્રી પાર્શ્વનાથના પરમ ભક્ત બન્યા અને તેમનાં સ્મરણ, દર્શન તથા પૂજનથી પાતાની જાતને કૃતાર્થ માનવા લાગ્યા. ૧
તેઓને સાળ હજાર સાધુએ. આડત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસો ને પચાસ ચૌદપૂર્વ ધારી, એક હજાર ને ચારસે અવધિજ્ઞાની, સાડી સાતસેા મનઃવજ્ઞાની, એક હજાર કેવલજ્ઞાની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળા અને છસેા વાદ– લબ્ધિવાળા સાધુ-સાધ્વીઓના પરિવાર થયા, તથા એક લાખ ને ચાસઠ હજાર શ્રાવકો થયા અને ત્રણ લાખ ને સત્તોતેર હજાર શ્રાવિકાઓ થઈ.
૪૦
વિશેષમાં તેમના શાસનરક્ષક દેવ તરીકે પા યક્ષની તથા શાસનરક્ષિકા દેવી તરીકે પદ્માવતીની સ્થાપના થઈ. તેમાં પાર્શ્વયક્ષ કાચબાના વાડનવાળા, કૃષ્ણવર્ણ ધારણ કરનારા, હસ્તી જેવા મુખવાળા, નાગની ફણાના છત્રથી શાભતા, ચાર ભુજાવાળા, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં ખીરૂ અને સ ધારણ કરનારા છે. અને પદ્માવતી દેવી કુષ્ટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વણુ વાળી, એ દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા એ વામ ભુજાઓમાં ફળ અને અંકુશ ધારણ કરનારી છે.
બીજા પણ ઘણા દેવ-દેવીએ તેમની સાન્નિધ્યમાં રહેતા અને તેમની નિર ંતર ભક્તિ કરતાં.
૧ શ્રી મહાવીર પ્રભુનું શાસન થયા પછી પણ કલિંગ આદિ દેશેામાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીની જોડિયા મૂતિઓ પૂજાતી હતી, તેના પુરાવાઓ આજે મળી આવે છે.