________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ઉતાવળ ન કરે! તમારા વિના હું કેમ જીવી શકીશ! શું સારસી સારસ વિના એક પણ દિવસ નિર્ગમન કરી શકે છે ખરી ! મારી હાલત પણ તેવી જ સમજશે.”
પાર્શ્વકુમારે ધીર–ગંભીર ભાવે તેને ઉત્તર આપતાં કહ્યું? દેવી! સ્વસ્થ થાઓ. આ માનવજીવન એક વિશિષ્ટ હેતુ માટે પ્રાપ્ત થયેલું છે અને તે હેતુની સિદ્ધિ માટે હવે પુરુષાર્થ આદરવો જ જોઈએ. તેમાં જેટલે વિલંબ થાય, તેટલે પ્રમાદ ગણાય અને હવે હું પ્રમાદનું લેશમાત્ર પણ સેવન કરવા ઈચ્છતા નથી. તમે તે સમજુ છે અને સંયમ સાધનાનું મહત્ત્વ સમજી ચૂક્યા છે, તે લાગણીથી પર થઈને મને મારું અભીષ્ટ સાધવાની રજા આપે. તમારે પણ ભવિષ્યમાં આ જ રાહ લેવાનું છે, એ ભૂલશો મા.
ત્યાર બાદ પાર્શ્વ કુમારે માતાપિતાને સમજાવીને સંયમદીક્ષા ગ્રહણ કરવાનો વિચાર પાર્ક કર્યો અને વરસીદાન દેવા માંડ્યું. તેને પરિણામે અનેક દીન-દુઃખી સુખિયા થયા અને તેમનું દારિદ્ર નાશ પામ્યું. આ વરસીદાન માટે જેટલા ધનની જરૂર હતી, તે બધું ઇંદ્ર અન્ય સ્થળેથી લાવીને અદ્રશ્ય રીતે તેમના દાનપાત્રમાં મૂક્યું. | વિક્રમ સવંતુ પૂર્વે ૭૮૦ની સાલમાં પિષ વદિ અગિયારસ (ગુજરાતી મિતિ અનુસાર માગસર વદિ ૧૧) ના દિવસે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું, એટલે કે ગૃહને સદાને માટે ત્યાગ કરીને સંયમસાધનાનો માર્ગ સ્વીકાર્યો અને પંચમુષ્ટિ લેચ કરીને આજીવન સામાયિકવ્રત ઉશ્ચર્યું. તે જ વખતે