________________
ઉવસગ્ગહરે તેત્ર તેમને મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયથી તેઓ પાર્શ્વકુમાર મટી શ્રી પાર્શ્વ મુનિ બન્યા અને શ્રી પાર્શ્વનાથ કહેવાયા. | તીર્થકર જન્મથી જ વૈરાગ્યવંત હોય છે. તેમજ મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે. તેઓ દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે પછી જ્યાં સુધી સકલ કર્મને ક્ષય ન થાય, ત્યાં સુધી તેઓ મૌનપણે વિચરી ધર્મધ્યાનમાં જ લીન. રહે છે. એ વખતે તેઓ કોઈને ધર્મની દેશના આપતા નથી, પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ ધર્મની દેશના આપે છે અને ધમચાળ ઘમસાણં મનાયા આદિ પદોને સાર્થક કરે છે. આ રીતે તેઓ મૌનપણે એક સ્થળેથી બીજા સ્થળે વિચારવા લાગ્યા.
એ વખતે અંગદેશની ચંપાનગરીમાં કરકંડુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની નજીક કાદંબરી અટવીમાં કલિ નામે પહાડ હતો અને તેની નીચે કુંડ નામે સરોવર હતું. તે અટવીમાં યુદ્ધ કરવામાં ચપળ એ મહીધર નામે હાથી હતે. એકદા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તે સરોવર પાસે કાર્યોત્સર્ગ અવસ્થાએ ધ્યાનમાં ઊભા. ત્યારે પ્રભુને જોઈને એ હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે સરેવરમાંથી સુંદર સુગંધવાળાં કમળો લાવી પ્રભુનાં ચરણમાં ધર્યા અને એ રીતે તેમની પૂજા કરી.
અંગાધિપતિ કરકંડુ રાજા પ્રભુના આગમનની ખબર