________________
૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
દીનદુ:ખી સુખિયા કિયા, દારિદ્ર ચૂરે; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળા પૂરે.
વસંતઋતુ પુર બહારમાં ખીલી ઉઠી છે અને બધા લોકો વન–ઉપવનમાં ફરવા નીકળ્યા છે. એ વખતે પાર્શ્વ કુમાર પણ પેાતાની રાણી પ્રભાવતી સાથે ફરવા નીકળ્યા અને વસંતની શોભા જોઈ હર્ષ પામ્યા. આગળ જતાં તેમણે એક સુંદર પ્રાસાદ ( મહેલ ) જોયા, એટલે તેની સુંદરતા નિહાળવા અંદર દાખલ થયા. તેના એક ખંડમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાનની જાનનું અનુપમ દૃશ્ય હતુ અને એ પ્રસંગથી એધ પામીને તેઓ રાજીમતીના ત્યાગ કરી જાય છે, એ ઘટના પણ તેમાં હૂબહુ ચિતરવામાં આવી હતી.
'
પાર્શ્વકુમાર એ ચિત્ર સામુ થોડી વાર એકી ટશે જોઈ રહ્યા અને તેમને ભાવસ ંવેદન થવા લાગ્યું . ‘ મારે પણ આ જ રાહુ લેવાના છે. હવે વિલંબ શાને કરું છું !'
એ જ વખતે લેાકાંતિક દેવા
પેાતાને આચાર સમજી ત્યાં આવી પહોંચ્યા અને હાથ જોડી કહેવા લાગ્યા : · પ્રભા ! હવે આપને સંયમ લેવાને થાડા જ વખત બાકી રહ્યો છે, માટે તૈયારી કરે.’
પાર્શ્વ કુમાર પોતાના મહેલમાં પાછા ફર્યાં અને તેમણે રાણી પ્રભાવતીને પેાતાની ભાવનાથી પરિચિત કર્યાં. તેજ વખતે તેની આંખમાંથી દડ દડ આંસુ સરી પડયાં અને તે કહેવા લાગી : ‘· નાથ ! આપ સયમની ભાવનાવાળા છે, એ તે હું ઘણા વખતથી જાણું છું, પણ તે માટે આટલી