________________
ઉવસગ્ગહરે તેત્ર પિતાની આજ્ઞાને માથે ચડાવનાર પાર્શ્વકુમારે પ્રભાવતીનું પાણીગ્રહણ કર્યું. તેની ખુશાલીમાં રાજ્યભરમાં મહાન ઉત્સવ ઉજવવામાં આવ્ય, ગરીબગરબાને પુષ્કળ દાન દેવામાં આવ્યું, બાળકને મીઠાઈ વહેંચવામાં આવી અને સમસ્ત પ્રજાને એક વર્ષ સુધીને કર માફ કરવામાં આવ્યો.
પ્રભાવતીને મરથ આખરે પૂરે થયે હતો, એટલે તેના હર્વમાં મણા ન હતી. અશ્વસેન અને વામાદેવીએ પુત્રને વિવાહિત થયેલે નિહા, એટલે તેમના આનંદને અવધિ ન હતી.
શ્રી પાર્શ્વકુમારને વિવાહિત જીવનના ફળરૂપે કઈ પુત્ર -પુત્રી થયાને ઉલ્લેખ આવતું નથી અને આગળ જતાં તેઓશ્રી પાર્શ્વનાથના શાસનમાં એક સાધ્વી બને છે, તે પરથી એમ લાગે છે કે શ્રી પાર્શ્વકુમારે તેમને સંયમનું મહત્ત્વ સમજાવ્યું હશે અને બંનેએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હશે. વિશેષ સંશોધન ન થાય, ત્યાં સુધી આ વિધાનને માત્ર સંભાવના સમજવી.
એક વાર પાWકુમાર નગરનું અવલેકન કરી રહ્યા હતા, તે વખતે પાસે ઊભેલા સેવકને પ્રશ્ન કર્યો કે “આજે કો તહેવાર છે?”
પ્રભે! આજે કઈ ખાસ તહેવાર હોય એવું યાદ આવતું નથી. સેવકે નમ્રતાથી ઉત્તર આપ્યો.
તો પછી આટલા બધા લેકે હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે?” પાર્થ કુમારે સેવકને કારણ પૂછ્યું..