________________
ચુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૨૭
(
એટલે અમારું રક્ષણ થયું. હવે વધારે કૃપા કરીને, મારી પુત્રી પ્રભાવતીને આપ સ્વીકાર કરે.’ એ સાંભળી પાર્શ્વ કુમારે કહ્યું : રાજન્ ! પિતાની આજ્ઞાથી તમારું રક્ષણ કરવા માટે જ હું અહી આવેલા છું. મારું એ કામ પૂરું થયું છે, તેથી હવે હું વારાણસી પાળે ફરીશ. મારું આગમન અહીં લગ્નનિમિત્તે થયેલું નથી.’ પાર્શ્વ કુમારના આવા શબ્દો સાંભળી પ્રસેનજિતે વિચાયુ કે ‘આ કુમાર તે નિઃસ્પૃહ જાય છે. પરંતુ પિતાની આજ્ઞાને તે અવશ્ય માથે ચડાવશે.’ એટલે તેણે કહ્યું : હુક અશ્વસેન રાજાની ચરણવદના કરવા ચાહું છું. તેથી રજા હાય તે આપની સાથે ચાલુ.’
..
6
6
પાર્શ્વ કુમારે તેમાં સંમત્તિ આપી, એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈ ને વારાણસી આવ્યા અને ત્યાં અશ્વસેન રાજાને વંદન કરીને પ્રભાવતીને સ્વીકાર કરવા માટે વિનતિ કરી. અશ્વસેન રાજાએ કહ્યું : આ સંબંધી પાર્શ્વ કુમારની ઈચ્છા શી છે? તે મારે જાણવી જોઈએ.' પછી તેમણે પાર્શ્વ કુમારને પ્રસેનજિતની માગણીથી વાકેફ કર્યાં. તે વખતે પાર્શ્વ કુમારે કહ્યું : પિતાજી ! સંસારના કોઈ પણ વૈભવવિલાસનું મને આકર્ષીણુ નથી. હું તેા મહાપ્રયત્ને મળેલા
આ મનુષ્યજીવનની સંપૂર્ણ સાર્થકતા ચાહુ છું.’ એ સાંભળીને અશ્વસેન રાજાએ કહ્યું : - હે કુમાર ! તમારી મનાવૃત્તિએને ધન્ય છે. તે પણ અમારા આનંદૅ અને સ ંતાષની ખાતર એક વાર પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીની સાથે લગ્ન કરા અને ચેાગ્ય અવસરે ઉચિત લાગે તેમ કરજો.’