________________
ઉવસગ્ગહર સ્તોત્ર પિતાના થોડા વિશ્વાસુ માણસો સાથે પાર્શ્વકુમાર આગળ આવ્યું અને દૂરથી જ બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. ત્યારબાદ નજીક આવીને ચરણસ્પર્શ કરતાં જણાવ્યું કે
મહારાજ! મારા ગઈ કાલના શબ્દો સામું જોશે નહિ. તે માટે હું દિલગીર છું. આજે મૈત્રીની માગણી કરવા માટે હું જાતે જ આપની પાસે આવ્યો છું, માટે તેને સ્વીકાર કરે. આપને હુકમ થતાં જ હું અહીંથી મારું લશ્કર ઉઠાવીને કલિંગ પાછો ચાલ્યું જઈશ.”
પાર્શ્વકુમારે તેનું યોગ્ય સન્માન કરતાં જણાવ્યું કે “રાજન ! તમારે આ વિચાર પ્રશંસનીય છે. બળ અને સંપત્તિના મદમાં છકી જઈને આફતકારી યુદ્ધોને નેતરવાં એ કોઈપણ રીતે વ્યાજબી નથી. સત્તા મળી છે, તે નબળાનું રક્ષણ કરવા માટે છે. સંપત્તિ મળી છે, તે ગરબેની ભાવટ ભાંગવા માટે છે. તેને સ્વાર્થ કાજે બેફામ ઉપયોગ કરે, એ અવલ પ્રકારને અન્યાય છે, અધર્મ છે. આ વાત તમે સમજી શક્યા અને મૈત્રી બાંધવાને પ્રેરાયા, તેથી મને આનંદ ઉપજે છે. તમારી મૈત્રીને હું સ્વીકાર કરું છું. હવે આજે ને આજે તમે કુશસ્થલને ગેઝારી ગુંગળામણથી મુક્ત કરે
યવનરાજે ઘેરે હઠાવી લીધો. કુશસ્થલની પ્રજા હરખઘેલી બની. રાજા પ્રસેનજિત અને પ્રભાવતીના આનંદને પાર રહ્યો નહિ. તેઓ આભારી હૃદયે સ્વજન-પરિવાર સાથે પાWકુમારને સત્કાર કરવા સામે ગયા. ત્યાં રાજા પ્રસેનજિતે કહ્યું: “અમારા ઉપર બહુ મોટી કૃપા થઈ. આપ સમયસર આવી પહોંચ્યા,