________________
૨૫
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ તેમની દાસી છે, સંખ્યાબંધ સિદ્ધિઓ તેમની ચાકરડી છે. એ બધું તેમને સહજ રીતે જ પ્રાપ્ત થયેલું છે. તારું કઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર તેમના પર કે તેમની સેના પર ચાલવાનું નથી. માટે જીવનું જતન કરવું હોય અને કલિંગ સહિસલામત પાછા ફરવું હોય, તે વેળાસર તેમને શરણે જા. અન્યથા ભાવિ ભયંકર છે.”
પ્રચંડ અને વિલક્ષણ અદાથી બેલાતાં આ શબ્દો યવનરાજનું કાળજું વીંધીને આરપાર નીકળી ગયા. તે થરથરી ઉઠો અને ભયથી ધ્રુજવા લાગે. જાણે કેઈ ગયબી શક્તિ તેનું તેજ માત્ર હરી રહી હતી. આવા ચમત્કારે વિષે તેણે આજ સુધીમાં ઘણું ઘણું સાંભળ્યું હતું, પરંતુ અનુભવ પહેલે જ હતું, તેથી આશ્ચર્યથી મૂઢ બની ગયે. બાકીની આખી રાત તેણે પડખાં ફેરવીને પૂરી કરી.
સવાર થયું અને સૈનિકે પિતાની ફરજ પર ચડયા, તે વારે યવનરાજે મંત્રીઓને પાસે બોલાવ્યા અને જણાવ્યું કે “પોતે ગઈ રાત્રીને નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે તે પાWકુમાર સાથે લડવા ચાહતો નથી, પરંતુ મિત્રીને હાથ લંબાવવા માગે છે. અને જે તેને સ્વીકાર થશે તે કુશસ્થલ પરને ઘેરે ઉઠાવીને તે પોતાની રાજધાનીમાં પાછો ફરશે.” - યવનરાજના નિર્ણયમાં રાતોરાત આ ફેરફાર કેમ થયે, તે કઈ સમજી શક્યું નહિ, પરંતુ કાંઈ પણ બન્યું ખરૂં, એવું અનુમાન કરીને બધાએ તે નિર્ણયને સ્વીકાર કરી લીધું. પછી સફેદ વાવટો આગળ રાખીને યવનરાજ