________________
ઉવસગ્ગહરં સ્તોત્ર મહારાજ! યવનરાજની સેના તે મટી છે, પણ તે આપણા સૈન્ય સામે ગ્રીક ઝાલે એમ લાગતું નથી. એના ત્રણ દ્ધા ને આપણે એક યોદ્ધો બરાબર છે.” નિરીક્ષકોએ બહુ બારીકાઈથી મેળવેલી બાતમી જાહેર કરી.
ઠીક છે” એટલું બોલીને પાર્ધકુમારે સ્મિત કર્યું અને સેનને પડાવ નાખવાને હુકમ કર્યો. નજીકમાં એક નાને સરખો પહાડ હતા, તેની છાયામાં વારાણસીનું લશ્કર પથરાઈ ગયું.
દુમિનને પ્રથમ ચેતવણી આપવી અને તે ન સમજે તે જ તેની સાથે યુદ્ધ કરવું, એ ક્ષત્રિયની નીતિ હતી. તેથી પાર્શ્વ કુમારે બીજા દિવસે સવારે એક દૂતને બધી વાતની સમજ આપીને યવનરાજ ભણી રવાના કર્યો. આ દૂતે યવનરાજ પાસે પહોંચીને જણાવ્યું કે “હે રાજન્ ! વારાણસીના મહારાજ કુમારશ્રી પાર્શ્વ તમને મારી મારફત કહેવડાવે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેમની સાથે લડવાનું છોડી દો. મારા પિતા પોતે જ યુદ્ધ માટે અહીં આવતા હતા, પરંતુ બહુ પ્રયાસે તેમને રેકને તે કાર્ય માટે હું અહીં આવેલું છું, તેથી તમારું કુશલ ચાહતા હે, તે જલ્દી તમારા ઠેકાણે પાછા ચાલ્યા જાઓ. જે વિના વિલંબે તેમ કરશે, તો તમારે અપરાધ માફ કરવામાં આવશે.” - આ વચને સાંભળીને યવનરાજે કહ્યું: “એ દૂત! પાર્શ્વકુમાર તે હજી બાળક છે. તે લડવા આવ્યા તેથી શું ?