________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૨૧ અશ્વસેન રાજા સાચા ક્ષત્રિય હતા, એટલે તેમણે મદદ મેકલવાનો નિશ્ચય કર્યો અને તે માટે સૈન્યને તૈયાર કર્યું. એ વખતે પાર્ધકુમારે પિતાને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે “યુદ્ધમાં અજોડ એવા આપને કુશલ સુધી જવાની કોઈ જરૂર નથી. આજ્ઞા હેય તે હું જ આ સૈન્યની સરદારી લઈને ત્યાં જઈશ અને યવનરાજની સાન ઠેકાણે લાવીશ.”
અશ્વસેન રાજાએ કહ્યું: ‘કુમાર ! તમારાં આ વચનો સાંભળીને મારું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. પરંતુ તમે હજી નાના છે, કીડાને ગ્ય છે. અતિ વિકટ એવી રણયાત્રા કરવાને હજી તમારે વાર છે, માટે તમે અહીં જ રહે અને મારી ગેરહાજરીમાં વારાણસીનું રક્ષણ કરે.”
એ સાંભળી પાકુમારે કહ્યું : “પૂજ્ય પિતાજી! પુત્ર ગમે તેવો મોટો થાય, તે પણ નેહને લીધે માતાપિતાને તે નાને જ લાગવાને. પરંતુ પુત્રે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ. વળી રણયાત્રાને મને અતિ ઉમંગ છે, તે આપ આશીવાદ આપે, એટલે કુશસ્થલને ભયથી મુક્ત ક
પુત્રના અતિ આગ્રહને પિતાએ નમતું આપ્યું. પા. કુમાર વારાણસીના સૈન્યની સરદારી લઈને કુશસ્થલના રસ્તે પડ્યા.
“મહારાજ! યવનરાજની સેના અહીંથી એક પડાવ જેટલી જ દૂર છે, એટલે આપણે અહીં ભી જવું જોઈએ.” નિરીક્ષકએ આવીને સમાચાર આપ્યા.
“વારુ, યવનરાજની સેના કેટલી મોટી લાગે છે?” પાર્થ કુમારે માહિતી મેળવવા માટે નિરીક્ષકને પ્રશ્ન કર્યો.