________________
૨૦
ઉવસગ્ગહર સ્તાત્ર
સખીએ દ્વારા જાણી લીધુ, એટલે તેને સ્વયંવરા તરીકે પાર્શ્વ કુમાર આગળ મેકલવાના નિર્ણય કર્યા અને તે અંગે સઘળી તૈયારીઓ કરવા માંડી.
પ્રભાવતીનું રૂપ અપાર હતું, લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની પણ તે ઉત્તમ જાણકાર હતી. આજ સુધીમાં કેટલાક રાજાએ તેને વરવાના મનસુબે! કરી ચૂકયા હતા, પણ પુત્રીની ઇચ્છાને માન આપનાર પ્રસેનજિત રાજાએ તે સર્વેને સાફ ઈન્કાર સુણાવ્યા હતા. એટલે જ્યારે એ સમાચાર બહાર આવ્યા કે ‘ પ્રભાવતી પાર્શ્વ કુમારને પરણવા માટે સામી જાય છે, ’ ત્યારે ભારે ચકચાર પેદા થઈ. તેમાં લિગના બળવાન રાજા યવન સહુથી આગળ પડો. તેણે ભરસભામાં મૂછ પર તાવ દઈને જણાવ્યું કે પદ્મિની સ્ત્રીનેા સ્વામી તે જ થઇ શકે છે કે જેની ભુજામાં અખંડ મળ ભરેલુ હોય. તેથી પ્રભાવતીના લગ્નના ફેસલા રણમેદાનમાં જ થશે. હું એ જોઇશ કે પ્રસેનજિત રાજા પ્રભાવતીને કેવી રીતે પાકુમાર આગળ માલે છે? ’ અને તે જ વેળાએ તેણે કલિંગની પ્રચંડ સેનાને કુશસ્થલ તરફ કુચ કરવાનો હુકમ આપ્યા. પ્રભાવતી કુશસ્થલ છે।ડે તે પહેલાં તે તે કલિંગની સેનાથી ઘેરાઈ ગયું.
રાજા પ્રસેનજિત બહાદુર હતા, પણ કલિંગની સેના ઘણી મેાટી હાવાથી આખર સુધી તેની સામે ટકી શકે તેમ ન હતા. તેથી તેણે પાતાના એક વિશ્વાસુ કૃતને અશ્વસેન રાજા પાસે માકલી મદદની માગણી કરી.