________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
૧૯
શ્રી પાર્શ્વ કુમાર અનેક શુભ લક્ષણેાથી યુક્ત હતા. વિશેષમાં તેમના દેહમાંથી નીલમના જેવું અદ્ભુત તેજ પ્રકાતુ હતું, તેથી તેમને દેહ નીલ વર્ણના જણાતા હતા. જ્યારે તેઓ મેટા થયા, ત્યારે સપ્રમાણ શરીર અને સુગઠિત અવચવાને લીધે અત્યંત શૈાભવા લાગ્યા તથા ધીરતા, વીરતા, ઉદારતા, પ્રસન્નતા આદિ ગુણાથી સહુનુ આકષ ણ કરવા લાગ્યા.
કુશસ્થલની રાજકુમારી પ્રભાવતી તેમના આ રૂપ–ગુણ પર માહિત થઈ. ખાતાં-પીતાં, ઉઠતાં બેસતાં, હરતાં-ફરતાં એ તેમનુ જ રટણ કરવા લાગી. જેમ અખિલાનંદના આશક જોગી બધી જ જાળાને દૂર રાખી, એક માત્ર પરમાત્માનુ ધ્યાન ધરે છે, તેમ તે સર્વ વસ્તુઓથી વિમુખ થઈ, એક માત્ર પાર્શ્વ કુમારનું જ ધ્યાન ધરવા લાગી. ઉત્તમ વસ્ત્રા તેને વેરી જેવા લાગવા માંડવાં, સુંદર અલંકારે તેને આગ જેવા આકરાં થઈ પડ્યાં. શું સ્નાન કે શું મન, શું અંગરાગ કે શુ' ફૂલહાર, બધાં તેને વિષમ વેદના કરવા લાગ્યાં. ચાંદનીભરી શીતલ રાત્રિએ, જે આનન્દ્વ અને આરામનુ સાધન છે, તે અને શાક અને સંતાપનુ કારણ થઈ પડી; અલખેલી ઉષા અને સાહામણી સધ્યા જે માનવી માત્રના મનનું રંજન કરે છે, તે અને દારુણ દુઃખ આપવા લાગી. તેના અંતરમાંથી સઘળું સુખ ચાલ્યું ગયું, તેના ઢિલમાંથી કરાર માત્ર ઉડી ગયેા. પ્રતિદિન તે દુર્બળ અને દુળ થવા લાગી.
પ્રભાવતીની આ હાલતનુ કારણ તેના માતા-પિતાએ