________________
ઉવસગ્ગહરં સત્ર વર્ષનું આયુષ્ય ભેગવ્યું હતું, એટલે તેમને જન્મ વિ. સં. પૂર્વે ૮૨૦ વર્ષે થયે, એમ ખાતરીથી જાણી શકાય છે.
તે કાલે, તે સમયે કાશી દેશનું રાજધાનીનું શહેર વારાણસી હતું. ત્યાં અશ્વસેન નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા, જે ઘણુ શૂરવીર, ઉદાર અને ન્યાયપરાયણ હતા. તેમને વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે રૂ૫ લાવણ્યને ભંડાર હતી તથા પવિત્રતા, નમ્રતા અને નિખાલસતાને લીધે અદ્વિતીય શેભ ધારણ કરતી હતી. તેમને એક વાર હાથી, વૃષભ, સિંહ આદિ ચૌદ સુંદર સ્વપ્ન આવ્યાં. નૈમિત્તિકોએ તેને અર્થ કરતાં કહ્યું કે તમે એક સર્વગુણસંપન્ન મહાતેજસ્વી પુત્ર રનને જન્મ આપશે. એ જગવિજેતા થશે.” આથી વામાદેવીને, અશ્વસેન રાજાને તથા સર્વ કુટુંબીજનોને અત્યંત આનંદ કે.
પિષ વદિ દશમ (ગુજરાતી મિતિ પ્રમાણે માગશર વદિ દશમ) ના દિવસે વામાદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. એ જ વખતે દિશાઓ હસી ઉઠી, આકાશમાંથી અમૃતનાં છાંટણું થયાં અને સર્વત્ર પ્રકાશ જોવામાં આવ્યું. - દેવેએ તેમને જન્મમહત્સવ કર્યો અને રાજભવનમાં તથા સમસ્ત શહેરમાં દિવસે સુધી ઉત્સવ ઉજવાયે.
આ પુત્ર ગર્ભમાં હતું, ત્યારે અંધારી રાત્રિએ પણ વામાદેવીએ એક કાળા સર્પને પાWથી–પાસેથી પસાર થત જે હતું, એટલે તેનું નામ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું.