________________
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
, ૧૭ હવે, વડીલર આદિ વિદેશી વિદ્વાને તથા બાળગંગાધર ટિળક વિગેરે ભારતીય વિદ્વાનેએ સિદ્ધ કરી આપી છે. પરિણામે કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા” (પૃ. ૧૫૩), “એન્સાઈક્લોપીડિયા ઓફ રિલિજિયન એન્ડ એથિકસ' (. ૭ મું) તથા હાર્મ્સવથ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ (. રજું-પૃ. ૧૧૯૮) માં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની એક ઐતિહાસિક પુરુષ તરીકે નોંધ લેવામાં આવી છે. - શ્રી પાર્શ્વનાથને સમય વિક્રમ સંવત્ પૂર્વે ૮૨૦ થી ૭૨૦ ને એટલે ઈ. સ. પૂર્વે ૮૭૬ થી ૭૭૬નો ગણાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ વચ્ચે બરાબર અઢીસો વર્ષનું અંતર હતું, એવા ઉલ્લેખ જૈન શામાં પ્રાપ્ત થાય છે. જેમકે –
गते श्री पार्श्व-निर्वाणात, साढ़े वर्षशते द्वये । श्री वीरस्वामिनो जज्ञे, महानन्दपदोदयः ।।
શ્રી પાર્શ્વનાથના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થતાં શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા.”
શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ વિ. સં. ૪૭૦ વર્ષ પૂર્વે થયું હતું, જે બે સંવત્સર વર્ષે ચાલતા તફાવતથી જાણું શકાય છે. (આજે વિ. સં. ૨૦૨૪ છે, તે વિ. નિ. સંવત્ ૨૪૯૪ ચાલે છે.) એટલે શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ વિ. સં. પૂર્વે ૪૭૦ - ૨૫૦ = ૭૨૦ વર્ષે થયું અને તેમણે ૧૦૦