________________
ઉવસગ્ગહર સ્તોત્ર આજે તેમની મંદિરે મંદિરે પૂજા-અર્ચના થાય છે, અને તેમના સદ્ભુત ગુણોની કીર્તન કરવામાં આવે છે. ખરેખર ! આ જગતમાં અરિહંત જેવું ઉપકારી અન્ય કઈ જ નથી. - વીશ તીર્થકરે પૈકી એકવીશ તીર્થકર ઐતિહાસિક ક્ષિતિજની બહાર છે, એટલે કે ઐતિહાસિક દ્રષ્ટિ ત્યાં પહોંચી શકે એમ નથી, પણ બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિને ઈતિહાસકારે સ્વીકાર કરતા જાય છે.
ડૉ. કુડરર એપિગ્રાફિક ઈન્ડિકાના પ્રથમ ભાગમાં (પૃ. ૩૮૯) પર જણાવે છે કે જેનેના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને એતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પ્ર. એલ. ડી. બાર્ટન એરીયન્ટ મીડઈન્ડિયન ક્ષત્રિય ટ્રાઈબ્સ” નામના પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં આ મતને માન્ય રાખે છે અને સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન છે. નાગેન્દ્રનાથ બસુ “હરિવંશપુરાણ”ની પ્રસ્તાવનામાં શ્રી અરિષ્ટનેમિના ઐતિહાસિક વ્યક્તિત્વને સ્પષ્ટતયા રવીકાર કરે છે. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય તથા રેવન્ડ જે. કેનેડીએ આ મતનું સમર્થન કર્યું છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. પ્રાણનાથ વિદ્યાલંકારે પિતાને સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયેલા એક તામ્રપટના આધારે આ માન્યતાને મહોર મારી છે.
જૈન ધર્મ શ્રી મહાવીર સ્વામી તથા ગૌતમ બુદ્ધ પહેલાં પણ આ દેશમાં પ્રચલિત હતું, એ હકીક્ત પ્રો. મિક્ષ મુલર, એલ્ડનબર્ગ, બેન્ડોલે, સર મોનિયર વિલિયમ્સ,