________________
૪૧૫
૯
ધર્મધ્યાનને અભ્યાસ કેટલે વખત જોડાયેલું રહેશે, તેને નિર્ણય. દરેક કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે મનાયેલી છેઃ
જઘન્ય સ્થિતિ ઉત્ક સ્થિતિ (૧) જ્ઞાનાવરણીય ૧ અંતમુહૂર્ત ૩૦ કડાકોડી સાગરોપમ (૨) દર્શનાવરણીય ૧ કે ૩૦ (૩) વેદનીય ૧ મુહૂર્ત ૩૦ (૪) મેહનીય ૧ અંતમુહૂર્ત ૭૦ ,, (૫) આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત ૩૦ ,, (૬) નામ ૮ મુહૂર્ત ૨૦ , (૭) ગોત્ર ૮ ,, ૨૦ ) (૮) અંતરાય ૧ અ તમુહૂર્ત ૨૦ ,
કેડાડી સાગરોપમ તે કાલનું ઘણું જ મોટું માપ છે, એટલે બાંધેલું કર્મ ઘણા લાંબા કાલ સુધી સત્તામાં રહે છે, એમ સમજવાનું છે.
રસને અનુભાગ પણ કહે છે. કર્મ બાંધતી વખતે જીવના પરિણામે–અધ્યવસાયે જેવા તીવ્ર–મંદ હોય છે, તે પ્રમાણે તેમાં રસ પડે છે અને તે અનુસાર તેનું ફળ મળે છે. જીવના અધ્યવસાયની તીવ્ર–મંદ પરિસ્થિતિ સમજવા માટે જંબૂવૃક્ષ અને છ પુરુષનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે આપણે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે.
જબૂવૃક્ષ અને છ પુરુષનું દૃષ્ટાંત છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના