SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સામાયિક-વિજ્ઞાન રોજ નવા નવા માણસને ઘરમાં ઘાલે છે અને તેમની સાથે અનેક પ્રકારની વાત કર્યા કરે છે, માટે તમારે જે વિચાર કરે હોય, તે કરો.” આ પ્રકારની સતત ઉશ્કેરણીથી સુભટે એક ઘર, થોડું રાચરચીલું, પાંચ ગાયે અને પાંચ રૂપિયા રોકડા આપી. સુરંગીને તેના પુત્ર સેનપાલ સાથે જુદી કાઢી. | કુરંગી એકલી પડતાં પોતાનું મનમાન્યું કરવા લાગી અને સુભટ તેને તાબેદાર સેવક હોય તે જ બની ગયે. કહ્યું છે કે – જે શૂરા, જે પંડિતા, જે શાણું ગંભીર નારી સર્વ નચાવિયા, ત્યમ જે બાવન વીર. - હવે એક દિવસ તે નગરના રાજા વિજ્યયાત્રાએ નીકળે, તે વખતે સુભટને તેની સાથે જવાનું થયું, એટલે તેણે કુરંગીની વિદાય માગી. કુરંગીએ કહ્યું: “હે સ્વામિનાથ! તમારા વિયેગને એક એક દિવસ મને સે સો વરસ જેવડો લા લાગશે, તેથી કૃપા કરીને મને સાથે લેતા જાઓ.’ સુભટે કહ્યું “હે પ્રિયે ! લડાઈમાં તારું કામ નથી. વળી રાજાજીને એ હુકમ છે કે કોઈ પણ સ્ત્રીને યુદ્ધમાં સાથે લેવી નહિ. તેથી તું અહીં જ રહે અને ખાઈ-પીને મેજ કર. હું થોડા જ દિવસમાં પાછો આવીશ.” સુભટના આ જવાબથી કુરંગીએ આંખમાં આંસુ લાવીને કહ્યું : “તમારી જે કંઈ આજ્ઞા હશે, તે માથે ચડાવીશ, પણ મારાથી અહીં એકલું રહેવાશે નહિ. હું તેની સાથે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy