________________
૧૮૦
સામાયિક-વિજ્ઞાન -હા. સામાયિકના ઉત્કૃષ્ટ સાધકે પાંચ મહાવ્રત ધારણ કરવાના હોય છે, તે યમરૂપ છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ ધારણ કસ્વાની હોય છે, તે નિયમરૂપ છે.
પ્રશ્ન-પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ નિયમરૂપ શી રીતે ?
ઉત્તર-જે આત્માનું નિયમન કરે, તે નિયમ કહેવાય. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આત્માનું નિયમન કરનાર છે, તેથી તેને નિયમ માનવામાં હરકત નથી. અન્ય એગસંપ્રદાયે નિયમની બાબતમાં એક નથી. તેઓ પાંચથી બાર સુધી નિયમની સંખ્યા બતાવે છે, જ્યારે જૈન ધર્મમાં સમિતિ અને ગુતિ અંગે કઈ મતભેદ નથી.
પ્રશ્ન-સામાયિકની સાધના ગૃહ પણ કરે છે, તેમાં યમ-નિયમને શું સ્થાન છે?
ઉત્તર-સામાયિકની સાધના વ્રતધારી શ્રાવકે નિયમિત અને વ્યસ્થિત કરે છે. તેઓ પાંચ મહાવ્રતના અનુકરણરૂપે પાંચ અણુવ્રત પાળે છે, તે યમ રૂપ છે અને એ અણુવ્રતની પુષ્ટિ માટે ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાત્રતે પાળે છે, તે નિયમરૂપ છે. ટૂંકમાં જૈન ધર્મની યમ-નિયમ પર ઘણી શ્રદ્ધા છે, એટલે તેણે સામાયિકની સાધનામાં તેને સ્થાન આપેલું છે.
પ્રશ્ન-આસન અંગે શી પરિસ્થિતિ છે ?
ઉત્તર-સામાયિકની સાધના એક જ આસન પર બેસીને કરવાની હોય છે અને તેમાં સુખાસન, પદ્માસન, સ્વસ્તિકાસન વગેરેને આશ્રય લેવાય છે, એટલે તેમાં આસનને. સ્વીકાર થયેલો છે.
પરિસ્થિતિ છે.
કરવાની તક સામાયિકની