________________
[ ૯ ] સામાયિકમાં શું ન કરાય?
સામાયિકના સમય દરમિયાન શું કરવું જોઈએ ? એ વિષય ઘણો અગત્યને અને ઘણો મટે છે, તેથી તે અંગે વિસ્તૃત વિવેચન આગામી પ્રકરણમાં કરવાના છીએ, પરંતુ તે પહેલાં સામાયિકમાં શું ન કરાય ? એ બરાબર જાણી સમજી લઈએ, જેથી દેથી બચી શુદ્ધ સામાયિક કરી શકીએ.
પ્રથમ તે સામાયિક લેતી વખતે-ગ્રહણ કરતી વખતે કરેમિ ભંતે-સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા લીધી છે, તેનો મર્મ સમજી કોઈ પણ પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરવી-કરાવવી ન જોઈએ. પ્રતિજ્ઞા લીધા પછી તેને પાળીએ નહિ કે તેના તરફ બેદરકાર રહીએ કે તેને જોઈએ તેવી ચીવટાઈથી અમલ ન કરીએ તે આપણે મહાદોષના ભાગી બનીએ. ધીર, વીર તથા સુજ્ઞજન લીધેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળે છે, પછી તે માટે ગમે તે ભેગ આપે પડે, તેની દરકાર તેઓ કરતા નથી. તેના દાખલાઓ આપણી સામે - રાખીને ચાલીએ.