________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૯૩ :. કિયા આવે છે. આ ક્રિયા પરથી જ પ્રણિપાત–સૂત્ર સંકલિત થયેલું છે, એટલે તેને અર્થ આ પ્રમાણે કરો ગ્ય છે.
નિરીહિમા-નૈધિકી વડે, અવિનય–આશાતના ખમાવીને. અવિનય–આશાતનાની ક્ષમા માગવી એ નૈધિકી કિયા છે.
મથાઈ–મસ્તક વડે, મસ્તક આદિ પાંચ અંગો ભેગા કરીને. મસ્તક, બે હાથ અને બે ઢીંચણ મળી પાંચ અંગે ગણાય છે. વંદામિ–વંદન કરું છું.
અર્થસંકલના હે ક્ષમાદિ દશ ગુણવાળા સાધુ ભગવંત ! હું આપને સુખ-શાતા પૂછીને તથા અવિનય-આશાતના ખમાવીને વંદન કરવા ઇચ્છું છું. મસ્તક વગેરે પાંચ અંગો નમાવીને આપને વંદન કરું છું.
રહસ્ય ગુરુવંદનના ત્રણ પ્રકારે છેઃ (૧) ફિટ્ટાવંદન, (૨) ભિવંદન અને (૩) બારસાવત્તવંદન. તેમાં રસ્તે ચાલતાંમાત્ર માથું નમાવીને જે વંદન કરવામાં આવે છે, તે ફિટ્ટાવંદન કહેવાય છે. ઊભા રહીને તથા શરીરનાં પાંચ અંગે નમાવવાપૂર્વક જે વંદન કરવામાં આવે છે, તે જવંદન કહેવાય છે અને સવારે તથા સાંજે બાર આવર્તપૂર્વક જે વંદન કરવામાં આવે છે, તેને બારસાવત્તવંદન કહેવામાં આવે છે.