________________
(૩૮
ખંડ ૧ લે
મૂકો ત્યાં એણે પોતાના પિતાને રોતા નિહાળ્યા. અને જાણ થઈ કે પિતાની બહેનના સ્વર્ગવાસના સમાચાર એના સાસરેથી આવ્યા છે. યુવાન પુત્રીના સ્વર્ગવાસે પિતાના હદયને આઘાત લાગે એ સ્વાભાવિક છે. માતાના ગુજરી ગયા બાદ ખેને જ ભાઈનું લાલન પાલન કર્યું હતું. એ બહેન પિતાને માટે આશ્વાસનનું સ્થાન હતું. ભાઈને માટે વિશ્રામનું સ્થાન હતું.એ બ્લેન ઘણી પ્રતિભાવંતી હતી. એની પ્રતિભાને અંગે રાજકુટુંબમાં, જ્ઞાતિ સમુદાયમાં સૌ કોઈ એને આદર આપતું. એ જ્યારે બોલતી ત્યારે જાણે એની વાણીમાં બુલબુલ બોલતાં. શ્વસુરગૃહની તો લાડકી થઈ ગઈ હતી. એનો પડ્યો બોલ ઝીલવા સૌ કોઈ તત્પર થઈ જતા. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે બ્લેનની બિમારીના કેઈ જાતને સમાચાર આવ્યા ન હતા. અને આ ઓચિંતું કેમ બન્યું ? હજુ તો થોડાક જ દહાડા પહેલાં બહેચરદાસ બહેનને ઘેર જઈ આવ્યા હતા. તે વખતે તે એના નખમાં યે રોગ ન હતો. મૃત્યુના સમાચાર મળતાં ઘણી નવાઈ લાગીઘણું દુઃખ થયું. જાણે બાપદીકરા ઉપર વીજળી ન પડી હોય. બંનેની આંખમાંથી શ્રાવણ ભાદર કરવા લાગ્યો. સ્વજનોના વિયોગ સદા દુઃખમય હોય છે–એ દુઃખની કલ્પના કરવી અશક્ય છે.
અને અમથાલાલના હૈયાને આ કરુણ સમાચારે જબરે ફરકે માર્યો. એમનું તો હૈયું જ જાણે ભાંગી ગયું. જાણે અણધારી આત આવી પડી. અને પરિણામે તે જ દિવસથી એ માંદા પડ્યા. પથારીવશ થયા. અને એમની એ બિમારી દિનપ્રતિદિન વધવા લાગી. ઘરમાં બહેચરદાસ અને અમથાલાલની ડેન જીવી ફેઈ સિવાય કોઈ ન હતું. આ સમાચારની જાણ એમની પ્લેનને સાસરે કરવામાં આવી. પિતાજીની માંદગીની ખબર મળતાં બહેચરદાસની ખેવના દીકરાને લઈ સ્વ. ચંચળ બહેનના જેઠ આવી પહોંચ્યા. સૌ કેઈએ અમથાલાલની સારી