________________
૩૬ -
ખંડ ૧ લે
હતી. કેઈ કહેતું: “હા !' કોઈ કહેતું “ના !” આજ આપણે જોઈ શકીએ છીએ કે.એ મુનિરાજ પાસે એક બાળક તરીકે નિર્દોષ ભાવે રમતા બહેચરદાસે જાણે ભૂતકાળની એ પ્રેરણા ઝીલી હાય ! – મુનિરાજ વિદ્યાવિજ્યજી બનીને.
સાઠંબા ગામ આમ તો નાનું હતું છતાં ત્યાં એક મંદિર હતું. ત્યાં પૂજન, પાઠ આદિ ધાર્મિક વિધિ થયા કરતા.
આમ લેકેની ધાર્મિક ભાવના તે સમયમાં સારી હતી. જોકે સરળ સ્વભાવના અને વિવેકી હતા. તેમનાં હદયમાં દયા અને શ્રદ્ધાને વાસ હતો. પિતાના નજીવા સ્વાર્થ માટે બીજાના સેંકડો રૂપીઆનું નુકસાન કરવાની વૃત્તિ એમનાં હૈયામાં જરા યે ન ઉદ્ભવતી.
તે સમયમાં આજનાં જેવા નાટક, સિનેમા ન હતાં. જો કે મોટાં શહેરોમાં નાટક મંડળીઓ પ્રવેશ કરી ચૂકી હતી. પરંતુ ગામડાંઓમાં એવો પવન વાયો નહતો.
વર્ષમાં એકાદ બે વખત ‘તરગાળા' ભવાઈના પ્રયોગો કરી જનમનરંજન કરી જતા. તેઓ જાહેર સ્થળે સ્વાગે ભજવી બતાવતા. કાળી માતાને વેષ. બાબાની મઢી, વાદીને સ્વાંગ, લુહાર, સુથાર આદિનો વેષ, પણ ભજવાત. આ બધા સ્વાંગ ભજવાતા પણ તેમાં આજના જેવું બીભત્સ-તત્વ નોતું. ગારને અતિરેક એમાં કદી જ નહોતો થતો.