________________
પરિશિષ્ટ ૧૦ મું
કચ્છ વિદ્યાર્થી પરિષદમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ
પ્રમુખપદેથી આપેલું પ્રવચન ‘વિઘાથી, વિવાહાથી કે પેટાથી ?' પા થમિક ભૂમિકા પછી, શ્રી વિદ્યાવિયજીએ જણાવ્યું
આમ હતું :
ભાઈઓ અને બહેન ! આજનું સંમેલન એ “વિદ્યાથી સંમેલન છે એટલે “વિદ્યાર્થી શબ્દ તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. વિદ્યાર્થી ' શબ્દનો અર્થ “વિદ્યાનો અથી” એ સ્પષ્ટ છે. જે વિદ્યાની ઈચ્છા કરે છે, વિદ્યાની ઉપાસના કરે છે, વિદ્યાની આરાધના કરે છે. પણ વિદ્યા” એ શી વસ્તુ છે ? આપણું શાસ્ત્રોએ તે વિદ્યાને વિદ્યા ગણી છે કે જે વિદ્યા મુક્તિને માટે સાધનભૂત છે. “ના વિદ્યા યા વિમુક્ત' બંધનોને તોડે, સ્વતંત્રતાને આપે તે વિદ્યા છે. પણ આજની “વિદ્યા”