________________
સ્વભાવ
શૈશવ કાળમાં નથી હોતા રાગદેપના ધો. એમાં તો જીવનની નરી સરળતા જ હોય છે. પણ જેમ જેમ વય વધતું જાય છે; માનવી – માનવીને સહવાસ વધતો જાય છે – વિચારશક્તિ વિકાસ પામતી જાય છે તેમ તેમ “મારા ” “તારાની ભાવના મૂર્ત સ્વરૂપ લેતી જાય છે અને પછી તો જગતની હવા લાગતાં – બાળપણની નિર્દોષતા એ સરતી જાય છે. એનું જીવન નવા વાઘા ધારણ કરે છે – અને એ વાઘા વાતાવરણમાંથી ઝીલેલાં પ્રતિબિંબમાંથી તૈયાર થયા હોય છે. રોગી સમી બાલજીવનની નિદોના અદસ્ય બને છે. એનું શરમાળપણું પણ અદશ્ય થાય છે.
આ બહેચરદાસની પણ ઘણી શરમાળ પ્રકૃતિ. શરમાળ ઉપરાંત બીકણ પણ કહી શકાય. એને કોઈની સાથે બોલવું પડે કે જવું પડે તો લજામણીના છાડ માફક સંકોચ થ.
ઉપરાંત ઘરમાં પિતા અને શાળામાં હેડમાસ્તરનો પણ ખૂબ ડર લાગતો. હેડ માસ્તરનો અમથાલાલ સાથે ગાઢ સંબંધ હતો. તે ઘણી વાર એમને ત્યાં આવતા.
કેટલીક વખત એમ બનતું કે બંનેમાંથી એક પણ શિક્ષકના પગલાં ઘરના ઉંબરા ઉપર પડે કે તરત જ દવા આગળ બેઠે બેઠે વાંચતા બહેચરદાસ દીવો બુઝાવી ઘરના ખૂણામાં છુપાઈ જાય.
ગુરૂજી એને પ્રેમથી બોલાવતા. ગુરૂની કૃપા અને મમતા તો સદભાગી શિવો જ મેળવી શકે છે ને ?
ગુરૂજી પૃઇનાઃ “શું ભળો છો? કેમ અભ્યાસ કરે છે ?'
પણ એ શરમાળ પ્રકૃતિનો શિષ્ય નિરૂત્તર રહેતા. તે વખતે એનામાં લજા અને ભયનું મિશ્રણ હતું.