________________
-----
-
પરિશિષ્ટ ૫ મું
૪૬૯
કશે જ કાર્યક્રમ ન થાય તો ૫૦૦ સાધુઓ એકી સાથે કેવી રીતે કોઈ પણ જાતના નિર્ણય ઉપર આવવાના હતા ?
બીજી મહત્વની વાત એ છે કે ત્યાં ચર્ચાએલા ઠરાવોનો નિર્ણય કઈ રીતે થશે? શું એક સમુદાયમાં થોડા સાધુઓ હેય ને બીજાઓએ ગમે તેમ કરીને પોતાના સન્યમાં ભરતી કરી હોય તે બધાની આંગળીઓ ઉંચી કરાવીને? પણ આ બાબતમાં પણ સમુદાયવાર મત ગણત્રીનું ધારણ કરાવવું જોઈએ. આ ઉપરાન્ત એક અતિ મહત્વની બાબત એ પણ વિચારવાની છે કે આ ઠરાવોનો અમલ કરાવનારી એકસત્તા-સંઘસત્તાને સ્થિર કરવામાં ન આવે ત્યાં સુધી હજારો ઠરાવના થોકડા કરે; તે બધા નકામા જ છે. ઉઘાડા માથાંવાળાઓ એમને એમ કેઈનું માને તેમ છેડા જ છે? જે આ વરતુનો કંઈ નિર્ણય કરીને કામ ચલાવવામાં આવશે તો જરૂર આપણે કંઈક કામ કરીશું, નહિતર ફજેતી સિવાય બીજું શું થવાનું છે?