________________
પ્રાથમિક શિક્ષણ
૧૭
પણ હવે એ શિક્ષણના ક્રમમાં પરિવર્તન થવાને સમય આવી લાગ્યા છે. આપણી કાંગ્રેસ સરકાર વહેલી તકે કેળવણીના પાયામાં રહેલા સડા સાફ કરનાર છે. અને આપણા શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ થઇ પુનઃ આપણે અને આપણાં બાળકને આપણી સાચી સંસ્કૃતિ-આપણા સાચા ઇતિહાસ અને આપણા સાચા ધનું રોક્ષણ આપશે.
બહેચરદાસને એ નાનકડી શાળામાં જે શિક્ષણ મળ્યુ. એ શિક્ષણે એમને આજે મહાપુરૂષ બનાવ્યા. સાચા ગુરૂ સદા માટીમાંથી ચાનવી સર્જે છે. બહેચરદાસના શિક્ષાગુરૂએ પણ ખરેખર એમના શિક્ષણના પાયા જાણે એવા મજબૂત કર્યાં : આજે ગુજરાતને તેએ પાતાના એક સાધુ-શિષ્ય આપી ગયા. એમાંના એક મુખ્ય શિક્ષકનું નામ હતું સદાશિવ દલસુખરામ. તેઓ જાતે બ્રાહ્મણ હતા. બીજા શિક્ષકનું નામ હતું લખુભાઇ સદાભાઇ. તેએ અતે ક્ષત્રિય હતા.
સાચું શિક્ષણ તેા સંસ્કારની સુંદર જ્યાત છે. એ લ્હાણ મળતાં માનવી પોતે પ્રકાશમાન થઇ મીજાનાં જીવન ઉર્જાળવા પણ શક્તિમાન થઇ શકે છે.
હેચરદાસનું પ્રાથમિક શિક્ષણ એમના જીવનના ઉત્કમાં સારો ફાળે આપી શકયું.