________________
વિચારસાગરનાં મોતી
આવી જબરજસ્ત નતિક ભાવના ઉપર પોતાનું જીવન વ્યતીત કરવાનો દાવો કરનારી સાધુ સંસ્થાના કહેવાતા અગ્રેસર અને દ્રષ્ટિરાગી ગૃહસ્થ આખું યે જન શાસન નિન્દાય, એવી ખુલ્લમ ખુલ્લા પ્રવૃત્તિઓ આદરે, દુનિયાની દ્રષ્ટિમાં અહિંસા, સંયમ અને ત્યાગ ઉપર નિર્ભય થયેલ જન ધર્મ નિન્દાય એવા પ્રયત્નો કરે, એ તે ખરેખર અક્ષત્તવ્ય પાપ છે. દુઃખની વાત તો એ છે કે કોઈ કઈને કહી શકે તેવું રહ્યું નથી. અગ્નિને શાંત કરનાર પાણીમાંથી જ જ્યારે દાવાનળ સળગી ઉઠે ત્યારે અગ્નિને શાંત કરવા કોને જવું ?
આજે ધર્મને નામે વિખવાદો વધી રહ્યા છે. આધ્યાત્મિક ભાવના ઓછી થઈ રહી છે. જડવાદ જોર પકડી રહ્યો છે. પ્રભને વધી રહ્યાં છે. આનું જ પરિણામ છે કે ભારતીય મનુષ્યો કે જેઓ પોતાને આર્ય સંસ્કૃતિના ઉપાસક તરીકે માની રહ્યા છે તેઓ પણ ઘણે ભાગે પોતાનો ધમ ભૂલી સ્વાભાવિક દયાને દૂર કરી માત્ર પિસે કેમ ભેગો કરો એની ધૂનમાં લાગી રહ્યા છે. બેકારી અને અસહ્ય મોંઘવારી જે કંઈ દેખાય છે તે પૈસાદારોની ભવૃત્તિનું મુખ્ય પરિણામ છે. દેશાવરથી કમાઈને લાવેલ પૈસો કયાં મૂકવો કે જેથી તેનું રક્ષણ થઈ શકે અને વધી શકે એની ફકરમાં પડ્યા છે. એને લીધે જ જગતમાં નિર્વાહની તમામ ચીજો ત્યાં સુધી કે ખાનપાનની ચીજો કે જેના વિના માણસ પોતાનું જીવન ટકાવી શકે નહિ એવી ચીજોનો પણ સંગ્રહ શ્રીમંતોએ કર્યો છે અને કરી રહ્યા છે. બીજ માનવીનાં સુખ દુઃખનો જરાપણ ખ્યાલ હોય તો શ્રીમંતોની આવી મનાવૃત્તિ કદી પણ ન થાય. મધ્યમ અને ગરીબ વર્ગના લેકીને આજે અન્નના દાણા માટે તરફડવું પડે છે. પિસા આપવા છતાં એક ટંક પટ ભરવા માટે પણ અન્ન મળતું નથી. શ્રીમંતો