________________
૪૪૦
ખંડ ૧૧મો
“મહાવીર' એટલે જગતનો ઉદ્ધારક. મહાવીર' એટલે સત્ય માર્ગનો પ્રકાશક. મહાવીર ' એટલે નિપક્ષપાતની મૂર્તિ અને મહાવીર એટલે જગતનો સાચો મિત્ર.
મહાવીર એ નામમાં જ રહેલી ચમત્કારિતા આપણાં હદયને કેવાં ચમત્કૃત કરે છે?
મહાવીર આના કરે છે કે તમે જગતના પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખો.
તમે તમારા દુશ્મન ઉપર પણ–તમારૂં ખરાબ કરનારા ઉપર પણ નેહ કરો.
વેરનો બદલો વેરથી ન લેતાં શાંતિથી-ક્ષમાથી લે.
સાધુ એટલે ત્યાગનું મંદિર; સાધુ એટલે પ્રેમની મૂર્તિ, સાધુ એટલે ઉત્તમ ચંદન–સાધુ એટલે સુગંધી પુષ્પ.
જેનાં હૃદયમાં સત્ય સુર્ય ઝળહળી રહ્યો છે, તેનાથી અધર્મ સહન ન જ થઈ શકે.
કોઈ પણ પિતાને સાચો પુત્ર તેજ કે જે પિતાની આજ્ઞાનું પાલન કરે. કોઈ પણ માલીકનો સારો સેવક તે જ કે જે માલીકની આજ્ઞાને શિરોમાન્ય ગણે. અને કોઈ પણ દેવને સારો પૂજારી તે જ કે જે તે દેવની આજ્ઞાનું શિર સાટે પાલન કરે.
લેકે પિતાના હાથે સેંકડો બાળકને દાટી આવે છે. સેંકડને