________________
: ૯૨:
વિચારસાગરનાં મોતી [બધપ્રદ વચનો)
I નિરાજ વિદ્યાવિજ્યજીનું પ્રવચન–સાહિત્ય સાગરસમું
જ વિપુલ છે. એમાંથી કેટલાંક મહામૂલાં મોતી શોધીને અહીં સંગ્રહવામાં આવ્યાં છે.
‘ન શબ્દની વ્યુત્પત્યાર્થ આમ બને ? जयति रागादि शत्रून् इति जिनः, जिनस्य इमे जैनाः રાગાદિ શત્રુઓને છતે તે જિન અને જિનના ભક્તો તે જૈન.”
જૈન ધર્મ તે જ કે–જેમાં પક્ષાપક્ષીની ગંધ ન હોય, જેમાં અન્યને પીડવાની-દુઃખી કરવાની ભાવના ન હોય અને જે દરેક પદાર્થને અનેકાન્ત દૃષ્ટિથી નિહાળવાનું કહે.