________________
૪૩૪
ખંડ ૧૧ મે
તે તથા તેમનાં પત્ની પીલુબેન મહારાજનાં અનન્ય ભક્ત બન્યાં હતાં. કરાંચીમાં લગભગ રોજ એ બંને મહારાજશ્રી પાસે આવે. મહારાજના ઉપદેશની એમના ઉપર ભારે અસર થઈ અને એમના આખા કુટુંબ માંસાહારનો ત્યાગ કર્યો.
ખાસ કરાંચી ખાતે સ્ટીમરાના રિપોર્ટીગના કેન્ટ્રાકટર. એક દિવસ એ ગુરુ પાસે આવ્યા ત્યારે એમનું મુખ કરૂણાના ઘેરા રંગે રંગાયેલું હતું. મહારાજ જોતાં જ સમજી ગયા. એમણે પૂછ્યું:
ખરાસ ! કેમ આજે આમ ઉદાસ ?”
અને ખરાસને લાગ્યું કે મારે મારી વાત ગુરૂ આગળ ન છૂપાવવી જોઈએ. તરતજ એમણે પિતાની ચિંતાનું સાચું કારણ ગુરૂદેવને જણાવી
હમેશનો ધંધો હાથથી જાય એવો એ પ્રસંગ હતા. ખાસ જાતિ નિર્દોષ હતા પણ આવો ધીકત અને જામેલો ધંધો જાય એ વાત એમને માટે અસહ્ય હતી.
ગુરૂદેવે કહ્યું :
ખરા ! ચિંતા કરવાનું કંઈ જ કારણ નથી. ગુરૂદેવ બધું સારું કરશે. ઉદ્યમ કરો. તમને જે ઉચિત લાગે તે શાંત ચિત્તે કરે જાવ.”
અને ખરાને ત્યાંથી ગુરૂદેવના આશીર્વાદ લઈ વિદાય લીધી.
બીજા દિવસે જ્યારે એ ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે એમનું હૈયું પુલકિત હતું. વદન ઉપર આનંદની લહરીઓ નાચી રહી હતી. નયનમાં ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતા રમી રહી હતી,