________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૧
ફાડે, એની મોટી માતા લાધીબાઈ અને ડ્રેનોને વળગી પડે. અને એમ સારો યે દિન તોફાનો આદરે.
શાંતાને એની માતા ગુરૂદેવ પાસે લાવવા લાગી. મહારાજશ્રી વાસક્ષેપ નાંખે. ડાક દિનમાં એનું સઘળું ગાંડપણ દૂર થયું અને તે ડાહી બની ગઈ અને આનંદમાં મગ્ન બની પોતાના પતિ પાસે મુંબઈ ગઈ.
મીરપુરખાસથી હાલા જતાં રસ્તામાં સાથેની મંડળી પિકીના એક જણને સાપ કરડ્યો. પગ ફૂલી ગયો. સાપ કરડે એની સ્થિતિ શી થાય? રગે રગે વિષ વ્યાપી ગયું. એ માનવી ત્યાં બેહોશ થઈને પડયો હતો.
પાછળ ચાલ્યા આવતા મહારાજશ્રીને આ બનાવની જાણ થઈ એમને તાબડતોબ ઉંટ ઉપર એક ભક્તને દોડાવ્યા, અને અમુક પ્રયોગ કરવાનું કહ્યું. પ્રયોગ શરૂ થયો. મહારાજશ્રી બહુ જ ઝડપથી ચાલીને ત્યાં નવ-સાડાનવ વાગે આવી પહોંચ્યા. જોયું તો એ માનવી જીવંત હતો પણ હાલત ખરાબ હતી. આખી મંડળીનો આનંદ તો શેકમાં પરિણમ્યો હતો. એમના રંગમાં ભંગ પડ્યો હતો. એમનો પ્રવાસ અટકી ગયો હતો.
વિદ્યાવિજ્યજીએ સૌને કહ્યું:
ભાઈઓ ! ચિંતા ના કરશો. ગુરૂદેવ સૌ સારું કરશે.'
અને એટલું કહી પિતે તે માણસની પાસે બેઠા. એના શરીર ઉપર હાથ ફેરવ્યો અને થોડીક જ વારમાં એ માણસે આંખ ઊઘડી અને સાંજ થતાં તે એ ફરતો થઈ ગયો. ચડેલો સોજો બે દિવસ બાદ ઊતરી ગયો.
એદલજી ખાસ નામના એક પારસી ગૃહસ્થ કરાંચીમાં રહેતા. મુ. ૨ ૮.