________________
કર૬
ખંડ ૧૧ મે
એમના પરિચિતોનો એ અનુભવ છે કે સામાજિક ધાર્મિક જે જે કાર્ય કરવાનું એમણે ધાર્યું એ કાર્ય વહેલું કે મોડુ અવસ્ય સિધ્ધ થયું છે. એમના મનમાં કલ્પના ઉઠવી જોઈએ. આવાં સેંકડો ઉદાહરણ એમના પરિચિતો જાણે છે.
એવી કેટલીક વિશિષ્ટ ઘટનાઓ સૌનું ધ્યાન ખેંચે એવી છે.
વિદ્યાવિજ્યજીનો પ્રભાવ–ચારિત્ર્યબળ એટલાં બધાં છે કે ગમે તે રાજા મહારાજાને મળવા જાય તો એમાં એ સફળતા મેળવીને જ આવે.
એ જે જે કાર્ય કરવા ધારે તે તે બધાંની પાછળ એમની એટલી બધી શ્રદ્ધા હોય કે એમાં સફળતા જ મળે. શ્રદધારા હૃમતે ઢમ |
વીંછીના ડંખની વેદના કેવી હોય છે ? સારો ય સંસાર એની વિષમતા જાણે છે. મુનિરાજ પાસે વીંછીની વેદનાથી રોતા રોતા માણસો આવે છે ને માત્ર બે મિનિટ હાથ ફેરવીને ચાર કે મારીને એમણે સેંકડો માણસોને હસતા કરી મોકલ્યા છે. આવી ઘટનાને લોક ચમત્કાર ન માને તો બીજું શું માને ? પણ એની પાછળ એમનું નૈતિક બળ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે એ આપણે ન ભૂલવું જોઈએ.
કઈ કઈ વખન સત્તા યા શ્રીમન્નાઈના મદવાળા સામે એવો પડકાર કરે કે બીજાને એમ થાય કે આનું ભયંકર પરિણામ આવશે. પણ વિદ્યાવિજયજીને ગ્વાલીયર જેવા મોટા રાજ્યના માસિક અઢી હજાર રૂપીઆ કમાનાર એક અમલદારને એક વખતે એના અનુચિત વ્યવહાર માટે સ્પષ્ટ સંભળાવ્યું હતું. બીજાઓને લાગ્યું કે મહારાજે ઠીક ન કર્યું.
લોકોના મનમાં ભય પેઠે કે હવે શાસનકર્તા વિદ્યાવિજયને નહિ સન્માને, એટલું જ નહિ, સંભવ છે કે સંસ્થાને પણ હાનિ પહોંચે.