________________
મુનિરાજના ગ્રંથો
૪૧૯
અને તેમણે શોકદર્શક તાર તેમજ પત્રો મુનિરાજ વિદ્યાવિજયજી ઉપર પાઠવ્યા હતા. પોતાના ગુરૂદેવના સ્મારક રૂપી આ ગ્રંથમાં એ સૌ સ્મરણાંજલિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કેટલાક વિદ્વાનોએ વિજયધર્મ૫ રના જીવનને અનુલક્ષીને લખેલા લેખો પણ આ ગ્રંથમાં ઉમેરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા વિદ્વાનો મુનિરાજ વિજયધર્મસૂરિછની ધર્મભાવના ઉપર મુગ્ધ હતા. નોર્વેને ડો. સ્ટેનકેનોફ, લંડનની ઈડિયા ઓફીસ લાયબ્રેરીવાળા ડો.એફ. ડબલ્યુ થોમસ, મદ્રાસના પ્રો. એ, ચક્રવતી, શ્રી ભીમજીભાઈ શુશીલ, શ્રી. જી.કે. નરીમાન, રોમ-ઇટાલીના
. જી. સુચ્ચી, શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય, શ્રી સાકરચંદ માણેકચંદ ઘડિયાળી વગેરેના વિજયે ધર્મસૂરિજીનાં જીવનકાર્યને અનુલક્ષીને લખાયેલા લખા આ ગ્રંથનો મહત્વનો વિભાગ છે.
તે ઉપરાંત વિદેશી તેમજ દેશી વર્તમાનપત્રોએ પણ મુનિરાજે વિજ્યધર્મસરિને આપેલી નિવાપાંજલિઓ આ સંગ્રહમાં મૂકાયેલી છે.
રોમનું ઈટલી ભાષાનું વર્તમાનપત્ર – “ અલ્લેફ્રોન્ટી ટેલ્લરેલિજીઓની, અંગ્રેજી પત્રો, “ધી નીયર ઇસ્ટ', “ધી ગ્લેસગો હેરલ્ડ', ક્રેચ માસિક પત્ર “બુલેટિન ધી લિલિદકરફ્રેમ એરિયાં', જર્મન માસિક પત્ર “નયેર ઓરિયેન્ટ', તેમજ લિટરેરાસ–સેંન્ટ્રાલબ્યુટ, અને લંડન ટાઈમ્સ જેવાએ આ મહાપુરૂષને ભાવભીની અંજલિઓ આપી હતી.
વિદેશના આ પત્રો ઉપરાંત હિંદી તેમજ ગુજરાતી અનેક પત્રોએ મુનિરાજ વિજયધર્મસુરિજીનાં સ્મરણોનો સંભાર રજૂ કર્યો હતો. આ બધું