________________
૪૧૮
ખંડ ૧૧મો
આજના ધમાલિયા જીવનમાં આટઆટલાં પુસ્તકો વાંચી, વિચારવાં એની મનનને તૈયાર કરવી અને ઈતિહાસને સંપૂર્ણ પણે વફાદાર રહી આવો અપૂર્વ ગ્રંથ સર્જવો એ કાર્ય કેટલું વિકટ છે તે તો અનુભવી જ સમજી શકે.
અને તેમાં કે આટલા બધા ગ્રંથોના વાચન-મનન અને નિદિધ્યાસન માટે એટલો બધો સમય કાઢવો-ધીરજ ધરવી અને જગતને નવું દર્શન કરાવવું એ કાર્ય તો ખરેખર વિરલા જ કરી શકે. શ્રી. વિદ્યાવિજયજીએ આ ગ્રંથના સર્જન દ્વારા સમસ્ત ભારતવર્ષની પ્રજાની અદ્દભૂત સેવા કરી છે.
આ ગ્રંથની હિંદી તેમજ અંગ્રેજી આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થઈ હોઈ વિદ્વાનોમાં ખૂબ આદર પામી છે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં આપણે જાણીતા સાહિત્યકાર શ્રી. કનૈયાલાલ મુનશી જણાવે છે:
“બધું જોતાં આ પુસ્તક ગુજરાતી ઈતિહાસના નાનકડા સાહિત્યમાં ઉપયોગી ઉમેરો કર્યા વિના રહેશે નહિ એમ હું ધારું છું.”
વિજયધર્મરિ સ્વર્ગવાસ પછી '- એ ગ્રંથમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ પોતાના ગુરૂદેવના જીવનનું અંતિમ અઠવાડિયું કેવી રીતે પસાર થયું એની નોંધ આપી છે. તે ઉપરાંત એમના પૂ. ગુરૂદેવના સ્વર્ગ વાસ અંગેની કરૂણું પ્રશસ્તિઓનો પણ એમાં સમાવેશ થાય છે.
મુનિરાજ વિધર્મસૂરિજીની ખ્યાતિ દેશવિદેશમાં અનેક સ્થળે ખૂબ હતી. એમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી ઘણાંને ખેદ થયો હતો