________________
૩૩૮
ખંડ , મો
મહારાણા સાહેબ શ્રી નટવરસિંહજી મહેમાન તરીકે પધાર્યા હતા.
તેમણે એક દિવસ પોતાના એ.ડી.સી. દ્વારા મુનિરાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાંની જૈન ધર્મશાળામાં પિતાના મંત્રી સાથે પધાર્યા. તેમણે વિદ્યાવિજયજી પાસે એક કલાક ધર્મોપદેશ સાંભળ્યો. આમ રાજેન્દ્રો પણ સાચા ધર્મેન્દ્ર પાસે પોતાનું મસ્તક ઝુકાવવામાં પરમ આનંદ માને છે.
માંડવીના આગેવાનીમાં શેઠ નારણજી પુરૂષોતમ, શેઠ કલ્યાણજી ધનજી, પિપટલાલ લક્ષ્મીચંદ, વીકમસી પટેલ વગેરેએ જયંતીના ઉત્સવમાં અને દરેક કાર્યોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધા.
ત્યાંથી મુનિરાજ કોડાયમાં આવ્યા. ચેરાસી વર્ષની વયના બુઝર્ગ પિતે હોવા છતાં પોતાને જુવાન તરીકે ઓળખાવતા જૈનોના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત લાલન ત્યાં પધાર્યા હતા. મુનિરાજ સાથે રહેવામાં એમણે ખૂબ આનંદ થયો.
જ્યારે વિશિષ્ટ ગુણ ધરાવતી વ્યક્તિઓ એકબીજાને મળે છે ત્યારે હૈયામાં અનહદ આનંદ થાય છે. કહ્યું છે કે –
જ્ઞાનીસે જ્ઞાની મીલે, કરે જ્ઞાન કી બાત.” એ વાત સાવ સાચી છે.
અહીં એક માસ સુધી વ્યાખ્યાને ચાલુ રહ્યાં.
એક સમયે કચ્છનું કાશી ગણાતા આકડાય ગામમાં જ્ઞાનપ્રવૃત્તિઓ ખૂબ થતી. સારામાં સારા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથના બે ભંડારો હજુ આ ગામમાં છે.