________________
૩૧૪
ખંડ ૮ મે
મહારાજ! શિરે ખાવ.” અધુરામાં પૂરું એક ડાકટર આવીને બધી બારીઓ ઉઘડાવી નાખે, તે બીજે આવીને બંધ કરાવે.
આ બધા જુદા જુદા અભિપ્રાયનું પ્રદર્શન જોઈ, બિમારીની વેદનામાં પણ કોઈ કઈ વાર હાસ્ય ફુરી આવતું. કોઈ વાર કંટાળો પણ આવતો છતાં મુનિરાજ જોઈ શકતા કે આ બધા જે કંઈ કહે છે તે પિતાના તરફના પૂજ્યભાવને અંગે કહે છે. સૌને પોતાને માટે મમતા છે. લાગણી છે, પૂજ્ય ભાવના છે.
સૌને લાગતું કે મુનિરાજ કેમ કરીને જલદી સારા થઈ જાય.
સૌએ મહારાજની સેવા સુશ્રુષા માટે સારો શ્રમ ઉઠાવ્યો અને એ સૌની મહેનત બર આવી. મહારાજશ્રીને આરામ થયો. દાકતરોએ પણ માવજત કરવામાં બાકી રાખી ન હતી.
. ન્યાલચંદ દેસીએ મુનિરાજની સુંદર સેવા બજાવી હતી. તેની કદર કરવા માટે શ્રી સંઘ તરફથી એમને સત્કાર કરી માન આપવા એક મેળાવડો જૈન ઉપાશ્રયના હૈલમાં મુનિરાજ શ્રી જયંતવિજ્યજીના પ્રમુખપણું નીચે યોજવામાં આવ્યો હતો.
આ સમયે વિદ્યાવિજયજી હજુ પથારીવશ હતા. તેથી તેમણે . દેસીને આશીર્વાદ આપતે એક સંદેશો પાઠવ્યો હતો
મારી આ બિમારીમાં મને જે કંઈ દુઃખ થઈ રહ્યું છે તે બે બાબતનું છે. એક મારા નિમિત્તો ઘણાઓને ઉઠાવવી પડેલી તકલીફનું અને બીજું મારે સેવવા પડેલા અપવાદોનું. : ' કેટલાક વર્ષોથી મારા મનમાં એમ થયા કરતું કે મારે નિમિત્તે