________________
માંદગીને બિછાને
૩૧૩
વળી વળગાડ કેવો ? આપણી અજ્ઞાનતાનું આ પ્રદર્શન ન હોય તે શું છે ?
સત્યને પારખતાં માનવજાત કયારે શીખશે? જે એ પરખ આવડી. જાય તે માનવીને સ્વર્ગ એની પાસે જ જણાય.
મુનિરાજ જગતની અજ્ઞાનતા ઉપર હસતા. એમને લાગતું કે જગતમાં ઘણી અજ્ઞાનતા છે અને એ અજ્ઞાનતાને કારણે ડેમના વંટો ળયા વાઈ રહ્યા છે. જાણે જગત ઉપર મેલના થર જામી ગયા છે. સાચા જ્ઞાન રૂપી નીર સિવાય એ વેવાય એમ નથી.
ખૂબી તો એ હતી કે દાક્તરે ને વૈદ્યો પણ ભિન્ન ભિન્ન મત આપતા.
એક દાક્તર કહેઃ “ઇંજેકશન આપો.'
બીજો દાકતર અભિપ્રાય આપતોઃ “ઈજેકશનથી તે તે બા. એક રોગને દબાવતાં એ અનેક રોગ ઉપસ્થિત કરે છે.”
કોઈ દેશી વૈદ્ય સલાહ આપતાઃ “મહારાજ ! બાપજી ! મોતીની ભસ્મ ખાવ.'
બીજે વૈદ્ય કતાઃ “ના! ગુરૂદેવ ચંદ્રોદય લે તો આરામ થશે!'
વળી કે દાકતર કહે : “આપનું હૃદય નબળું પડ્યું છે માટે વિટામીનની ગોળીનો ઉપયોગ કરો.'
કઈ કહેઃ “ આપ ખીચડી ખાવ.' કોઈ ફળ ખાવા કહેતું તો કોઈ એકલું દૂધ લેવા જણાવતું. તો કેઈ ઉપવાસ માટે જણાવવું. કોઈ કહે