________________
માંદગીને બિછાને
૧૯૯૪ ના ભાદરવા વદ પાંચમનો દિન હતો. આજે
| મુનિરાજ વિદ્યાવિજયજીની તબિયત અસ્થવરથ બની છાતીમાં વ્યથા થવા લાગી.
એમની પાસે એમના શિષ્ય ચુનીલાલ શિવલાલ ગાંધી બેઠા હતા મુનિરાજે એ ભાઇને કહ્યું
ચુનીભાઈ ! જરા છાતીએ બામ લગા” અને ત્યારબાદ એમણે વેદના અસહ્ય થવાને કારણે દાક્તરને બોલાવવાની સૂચના કરી.
બાદ થોડોક સમય તે એ અસ્વસ્થ પડી રહ્યા. જાણે નિશ્ચેતન દશા. આટલા સમયમાં શું બન્યું તેની એમને કંઈ જ જાણ ન હતી.