________________
૩૦
ખંડ ૮મે
ગયે. ને જે જે ભાઈને જે જે જાતની જરૂર હતી તે તમામ એણે પૂરી પાડી. એણે કેવળ કરાચીમાં જ નહિ પણ બહારગામથી પણ મદદ માટે પ્રાર્થના આવતાં ત્યાં પણ તપાસ કરાવી મદદ મોકલવા માંડી.
કરાચીના પ્રવાસ દરમિયાન મુનિરાજને ત્યાં કરાચીન ગરીબ જૈન માટે એક ચાલીની તેમજ જૈન વીશીની આવશ્યકતા જણાઈ હતી. આજે તો આપણે જોઈ રહ્યા છીએ કરાચીના રંગરાગ જુદા પલટાઈ રહ્યા છે એનો ઇતિહાસ આજે ન સજઈ રહ્યો છે. ત્યાંના મોટા ભાગના હિંદુઓએ ત્યાંથી આજે વિદાય લીધી છે. ત્યાં આજે પૂરતાના તાંડવ ખેલાઈ રહ્યાં છે.
કરાચીમાં મુનિરાજના નિવાસ દરમિયાન હોપેથિક કોલેજ, અને હુન્નરશાળાની સ્થાપના થઈ હતી જે પાછળથી ગૃહસ્થોની બેદરકારીથી બંધ થઈ હતી.
ઉપરાન્ત ઘણા યુવકને ધંધે વળગાડવામાં આવ્યા હતા. ઘણી અસહાય બહેનને મદદો આપવામાં આવી હતી. તેમજ ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જોઈતી સગવડ કરી આપવામાં આવી હતી.