________________
જોગી જંગમ સેવડા, સંન્યાસી દરવેશ બિના પ્રેમ પહુચે નહિ, દુર્લભ સતગુરૂ દેશ.
જે તું ચાહે પ્રેમધન, વિષય થકી મન મોડ; શ્રદ્ધા તત્પરતા સહિત, ચિત્ત ભજનમાં જોડ.
– સંત કબીર
ભીમ વૈરાગ્યથી ધારીને, તજી છે દેહવાસના; આલબી આત્મલક્ષ્મીને, સજી છે સ્નેહભાવના.
મને ભાવે નથી જેણે, દુરીચ્છા પાપની કરી; શીલને સાચવ્યું જેણે, સદાયે સનેહને વરી.
–સ્વ૦ કવિવર ન્હાનાલાલ