________________
સાચી દીવાદાંડી
સમુદ્રની સપાટી પર ફરતાં ફરી વહાણે ખરાબે લાધે નહિ એટલા માટે દીવાદાંડીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ જ રીતે આ ભવસાગર તરી પાર ઊતરવાનો પ્રયત્ન કરનાર માનવી માટે પણ ખરાબ ન લાવે તેટલા માટે દીવાદાંડીઓ હોય છે. પહેલી સ્થાવર હોય છે ત્યારે બીજી જંગમ દીવાદાંડી. સાધુ સંન્યાસી, સંત મહંત, ઉપદેશકે વગેરે કે જેઓ એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરી, ભવાદધિમાં ભટકતાં અને આ સંસાર સાગર તરવા મથતાં આપણા જેવા અલ્પજ્ઞ માનવીઓને માર્ગદર્શન કરાવવા પેલે પાર પહોંચાડે છે તે જંગમ દીવાદાંડીઓ છે. પૂજ્ય મુનિ મહારાજ વિદ્યાવિજયજી પણ આમ એક જંગમ દીવાદાંડી છે એમ મારું માનવું છે.'
- હીરાલાલ નારાયણજી ગણાત્રા