________________
૫૪
ખંડ ૮ મો
વિદ્યાવિયજીને મન કરાચીના એ ગૃહસ્થ માટે અપૂર્વ માન છે. પારસી હોવા છતાં દસ વર્ષથી એમને જીવનપલટો થઈ ગયે છે. એમના આખા કુટુંબે વિદ્યાવિજયજીના ઉપદેશથી માંસાહાર તજી દીધા છે. શ્રી. ખરાસ તથા તેમનાં પત્ની પીલુન્હન પણ મુનિરાજના સમાગમ પછી આદર્શજીવન જીવી રહ્યા છે.
એમ. બી. દલાલ ગામના ગૃહસ્થને કરાંચીને પ્રત્યેક શિક્ષાપ્રેમી ભાઈ ઓળખે છે. કરાચીની કેળવણમાં એણે ઊડે રસ લીધો હતો. અને સારી સેવા બજાવી હતી. આ ગૃહસ્થ સ્વર્ગવાસ પામ્યા હોવા છતાં એમની સજ્જનતાની છાપ મુનિરાજ હજુ વિસારી શક્યા નથી.
એ ઉપરાંત કરાચીના સાધુ ભકત સિંધી ગૃહસ્થ શેક લોકામલજી ચેલારામ, ગંભીર વિચારક અને સાધુઓના ભક્ત શ્રી. દુર્ગવાસ એડવાની, સરસ્વતી અને લક્ષમી બંનેની કૃપા પામેલા કરાચીના વયોવૃધ્ધ લેખક શ્રી. ડુંગરસી ધરમસી સંપટ, અસાધારણ જ્ઞાન ધરાવનાર વિદ્વાન પં. ધર્મદેવ, ઉદાર વિચારના અનેક ગ્રંથો લખનાર શ્રી. જમીયતરામ આચાર્ય, હજારોની સખાવત કરનાર શેઠ મનુભાઈ જોશી, શેઠ છોટાલાલ ખેતશી, મળતાવડા સ્વભાવના મુસ્લીમ બીરાદર હાતીમ અલવી, શેઠ હરિદાસ લાલજી, કેંગ્રેસ સમિતિના મંત્રી ડો ત્રિપાઠી, શિક્ષાપ્રેમી શ્રી લાગુ સાહેબ, મી. પેતન વાણિયા. જાણીતા પારસી લેખક નરીમાન ગાળવાળા, “પારસી સંસાર” પત્રના તંત્રી ફિરોજશાહ દસ્તુર સાહેબ, સિંધ સેવકના અધિપતિ ભશંકર ભદ, હિતેચ્છુના અધિપતિ હરિલાલ ઠાકર, શારદા મંદિરના પ્રાણસમા ભાઈ મનસુખલાલ જોબનપુત્રા, ફીજીકલ કલચર તરીકે જાણીતા ભાઈ ભૂપતરાય દવે, ટેનીસ ચેમ્પીયન તરીકે પ્રસિદ્ધ થયેલા મેહરૂ વ્હેન દુબસ, આર્યસમાજન