________________
૧૯૮
ખંડ ૭ મે
સં. ૧૯૮૮નું ચાતુર્માસ એમણે ઉજજૈન ખાતે ગળ્યું અને ત્યાર બાદ તેમણે માળવામાં વિહાર કર્યો.
એમણે માળવામાં જઈ ઘણાં પ્રવચન આપ્યાં અને ક્યાં ક્યાં એ વિહાર કરતા ગયા ત્યાં ત્યાં પ્રજાએ એમને હૈયાનાં હેતથી વધાવી લીધા, એમની જાદુભરી વાણી સાંભળનાર એમના તરફ આકર્ષાયા સિવાય રહેતું નહિ.
વડનગરની સમસ્ત પ્રજાએ એમને ભાવભીને સત્કાર કરી એમને માનપત્ર આપ્યું
ત્યારબાદ સં. ૧૯ત્ની સાલમાં તેઓ બદનાવર, રાજગઢ, બખતગઢ અને દાહોદ-ગોધરા, દેવગઢબારિયા થઈ વડેદરા આવ્યા.
વડોદરામાં વિદ્યાવિજ્યજીના ગુરૂભાઈ ન્યાયતીર્થ ન્યાયવિશારદ શ્રી. ન્યાયવિજયજી વિરાજતા હતા. વર્ષોનાં વ્હાણા વાયા પછી બન્ને બંધુઓ મળતાં પરસ્પર ખૂબ આનંદ થયો. શ્રી ન્યાયવિજયજી પણ ધુરંધર વિદ્વાન અને વક્તા છે. તેઓ સમય અને સુધારક પણ છે.
વડેદરામાં વિદ્યાવિજ્યજીનાં જુદે જુદે સ્થળે અનેક વ્યાખ્યાને થયાં. વડેદરાની જનતા એમનાં પ્રવચન સાંભળી મુગ્ધ બની.
નાયબદીવાન રામલાલભાઈ, સેનાપતિ જનરલ નાનાસાહેબ સિંધે, ગુર્જરનરેશ સ્વ. સર સયાજીરાવ મહારાજના ભાઈ સંપતરાવ ગાયકવાડ, સ્વ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, શ્રી. મણિભાઈ નાણાવટી અને આવા આવા મોટા અનેક અધિકારીઓ એમની વાણી સાંભળી સુપ્રસન્ન થયા,
• જુઓ વિશિષ્ટ ત્રીજી