________________
:૪૫ :
શિવપુરીથી પ્રયાણ
એ સ્થાનું સ્થાનિક કાર્ય સંભાળવામાં વિદ્યાવિજ્યજીને પિતાના
પરમ સ્નેહી ગુરૂબંધુ શાંતમૂર્તિ શ્રી. જયંતવિજયજી મહારાજની સહાયતા હતી. બહારથી આર્થિક મદદ મોકલવાનું કાર્ય આચાર્ય શ્રી વિજયેન્દ્રસુરિ અને ઉપામંગળવિજ્યજી કરતા.
સંવત ૧૯૮૭માં આચાર્ય શ્રી. વિજયેન્દ્રસુરિ અને ઉપા મંગળવિજ્યજી શિવપુરી આવ્યા.
શ્રી. વિદ્યાવિજયે એમના આગમનને હદયથી ખૂબ ખૂબ આવકાર્યું.
કમનસીબે આ ચાતુર્માસમાં સંસ્થામાં કલેશનું વાતાવરણ ફેલાયું. આચાર્ય શ્રી. વિજયેન્દ્રસૂરિજી અને વિદ્યાવિજ્યજી એ બન્નેની વચ્ચે વૈમનસ્ય થાય એ ન કપી શકાય એવી ઘટના હતી. બન્ને પોતાના ગુરૂ