________________
આઈડિયલ મંકમાં શિવપુની સંસ્થા
૧૮૯
ઘણી પ્રગતિ કરી છે. એના પાઠયક્રમમાં પણ હમણાં હમણાં સમયાનુસાર મેટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંસ્થા તરફથી એક ઉદ્યોગમંદિર પણ બોલવામાં આવ્યું છે. એમાં કાછશિલ્પ (સુથારીકામ), સિલાઈ, કલાઈ બુનાઈ, જલ્દસાજી (બાઈન્ડીંગ), પશુપાલન, કૃષિફાર્મ, સંગીત આદિ વિષયો શીખવવામાં આવે છે. મધ્યભારત સરકારે આ સંસ્થાને માન્ય કરી છે. અને પ્રતિ વર્ષ પ્રચાસ ટકા ખર્ચ રાજ્ય તરફથી આપવાનું કરાવ્યું છે એજ આ સંસ્થાની ઉપયોગિતાનું પ્રમાણ છે. સંસ્થા રાષ્ટ્રના ઉત્થાનમાં અપૂર્વ ફાળો આપવાનો પ્રયત્ન કરી રહી છે અને તે બધા યશ સંસ્થાના અધિષ્ઠાતા શ્રી. વિદ્યાવિજયજીને ફાળે જાય છે.